ઘંટીયાણમાં માંગરોળના ત્રણ શખ્સો પાસેથી રદ કરેલ રૂપીયા 500 ની 499 નોટો મળી

અમરેલી,
બગસરા તાલુકાના ઘંટીયાણ બસસ્ટેન્ડ પાસે જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના ઇબ્રાહીમ મહંમદભાઇ કરૂડ, હનીફ કાસમભાઇ મથ્થા, નરેશ રતીભાઇ ટાટમીયા પાસેથી પો.કોન્સ.અજયદાન લાંગાવદરાએ ચલણમાંથી રદ કરેલ રૂા.500 ના દરની 499 નોટો રૂા.2,49,500 તેમજ મોબાઇલ 3 રૂા.20,500 અને હુંડાઇ ક્રેટા ફોરવ્હિલ જીજે 11 સીએચ 1400 મળી કુલ રૂા.12,20,500 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ.