ઘટના બનવાની ગતિ તેજ બનતી જોવા મળશે

તા. ૧૨.૧.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ પાંચમ,  પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, સૌભાગ્ય   યોગ,ગર     કરણ આજે   રાત્રે ૯.૦૦ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ અત્રે લખ્યા મુજબ ઘણા સ્કેન્ડલ સામે આવી રહ્યા છે અને જલેબી બાબા ચર્ચા માં છે તો બીજી તરફ જોશીમઠની સ્થિતિ નાજુક થતી જાય છે અને જમીનના કારક મંગળ મહારાજ વક્રીમાંથી માર્ગી થઇ રહ્યા છે ત્યારે ઘણી જગ્યા એ ભૂકંપ અનુભવાઈ રહ્યા છે વળી અત્રે લખ્યા મુજબ જમીનને લગતી અનેક બાબત સામે આવી રહી છે. મિત્રો મંગળ સેનાપતિ છે અને મંગળની મુવમેન્ટ સાથે સેના અને અલગ અલગ ફોર્સની કાર્યવાહીઓ સામે આવતી જોવા મળે છે એ મુજબ સેના હરકતમાં આવી અનેક કડક પગલાં ભરી રહી છે અને આગામી દિવસોમાં પણ સેનાના ઓપરેશન પૂરજોશમાં ચાલુ રહેશે સૂર્ય એ રાજા છે જે સીધા જ જમીન પર નથી આવતા યુદ્ધને લાગતું  ફિલ્ડ વર્ક અને સ્ટ્રેટેજી પ્લાંનિંગ સેનાપતિ મંગળ મહારાજ કરતા હોય છે આ સમયમાં વિશ્વની  સેનાને લગતી ઘણી બાબતો સામે આવતી જોવા મળે અને અલગ અલગ ફોર્સીસના વિવિધ ઓપરેશનની વાતો સામે આવતી જોવા મળે તથા નવા સાહસો આ સમયમાં થાય વળી હાલમાં ખપ્પર યોગ ચાલી રહ્યો છે અને સૂર્ય અને શનિ રાશિ પરિવર્તન કરી રહ્યા છે મકરસંક્રાંતિ આવી રહી છે ત્યારે ઘટના બનવાની ગતિ તેજ બનતી જોવા મળશે.