મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનમાં રાજકીય રીતે પ્રશ્ન પેચીદો બનતો જાય છે તો બીજી તરફ શ્રીલંકામાં મોંઘવારીએ માજા મૂકી છે, ત્યાં ના વડાપ્રધાનના પરિવારના સભ્યો દેશ છોડવા લાગ્યા છે અને અરાજકતા વ્યાપી છે. અગાઉ લખ્યા મુજબ મંગળ શનિની ડિગ્રી સરખી થતા રુસી સેનાની ઘણી બર્બરતાઓ પણ સામે આવી રહી છે તથા બંને પક્ષે હજી લડી લેવાનો મૂડ જતો નથી જે વિશ્વ માટે હેરત પમાડનાર છે. અત્રે અગાઉ નોંધ કરી હતી તે મુજબ એલોન મસ્કનો ટ્વિટરમાં શેર છે તે બહાર આવી રહ્યું છે અને હજુ આગામી સમયમાં તેઓ નવા સોશ્યિલ મીડિયાની તૈયારી પણ કરી રહ્યા છે. આ નવા વર્ષની સાથે સાથે નવે નવ ગ્રહ બદલાય છે જે ઘણા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન દર્શાવે છે તેમાં સીને જગત થી લઈને સોશ્યિલ મીડિયા સુધીની ઘણી બાબતોમાં ધરમૂળથી ફેરફાર દર્શાવે છે અને આગામી સમયમાં ઘણી નવી ટેક્નોલોજી પણ સોશ્યિલ મીડિયા અને ઓટિટિ પ્લેટફોર્મ પર જોવા મળશે. સીને જગતના અનેક લોકો ઓટિટિ પર શિફ્ટ થતા જોવા મળશે. મોબાઈલ કંપની નોકિયા અને સેમસંગની સ્થિતિ સમય પ્રમાણે શું થઇ એ આપણે સૌ જાણીએ છીએ. સમયની સાથે યોગ્ય બદલાવ લાવનાર સેમસંગ લાંબી રેસનો ઘોડો સાબિત થઇ જયારે જે તે સમયની બેસ્ટ ટેક્નોલોજી અને ફીચર્સ હોવા છતાં સમય સાથે બદલાવ ના લાવનાર નોકિયા પાછળ ધકેલાઈ ગઈ એ જ રીતે ઝડપથી બદલાતા સમય અને ગ્રહો સાથે જે બદલાવના લાવી શકે તે કાળની ગર્તામાં ધકેલાઈ જાય છે.
– રોહિત જીવાણી