તા. ૪.૬.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ પાંચમ, પુષ્ય નક્ષત્ર, વૃદ્ધિ યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ બુધના માર્ગી થવા સાથે જ સોનામાં ચમક આવી છે તો અત્રે લખ્યા પ્રમાણે હવે નાણાકીય વ્યવહારનો મોટો હિસ્સો યુપીઆઈથી થવા લાગ્યો છે. બુધના માર્ગી થવા સાથે ઘણા સારા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તો બીજી તરફ ૫ જૂનના શનિ મહારાજ વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે ઘણી મહત્વની બાબતોના નિયમ કડક થતા જોવા મળશે. આ સમયમાં આરટીઓ દ્વારા ડ્રાંઇવિંગ બાબતે નવી ગાઇડલાઇનકે નિયમ પણ બનતા જોવા મળશે. શનિ મહારાજ કડક રીતે કાયદાનું પાલન કરાવનાર છે માટે આ સમયમાં કાયદાઓનું સખ્તીથી પાલન થતું જોવા મળશે. લેન્ડ ગ્રેબિંગ બાબતે મહત્વના કેસ સામે આવતા જોવા મળશે અને ઓનલાઇન ચીટિંગના કેસ વધશે. શનિની દ્રષ્ટિ રાહુ પર આવે છે માટે આ સમયમાં મોટા ગેંગસ્ટરને લગતા સમાચાર અને અંડરવર્લ્ડ ને લગતી બાબતો સામે આવશે શુક્ર રાહુ સાથે છે માટે સીને જગતના અંડરવર્લ્ડ સાથેના સબંધો પણ ઉજાગર થતા જોવા મળશે. શુક્ર રાહુની યુતિએ આપણી પાસેથી સારા સિંગર છીનવી લીધા છે વળી શુક્ર રાહુ સાથે હોય ત્યારે લક્સરીએસ ગેઝેટ્સ ચર્ચામાં રહે છે તેની ચોરીના બનાવ પણ બનતા જોવા મળે અને આ પ્રકારની વસ્તુના મોટા કન્સાઇન્મેન્ટ વિવાદમાં આવતા જોવા મળશે. જૂન માસની વાત કરીએ તો એકંદરે ગ્રહો શુભ ફળદાયી કહી શકાય.