ન્યુ દિૃલ્હી,
સમગ્ર દૃેશમાં હાલમાં વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લૉકડાઉન ચાલી રહૃાું છે. લોકડાઉન-૩ની મુદૃતમાં વધારો કરીને આવતીકાલ ૧૮મીથી લોકડાઉન-૪ શરૂ થાય તે પહેલાં આજે યુપીના ઓરૈયામાં બનેલી એક દૃર્દૃનાક અને કમકમાટીભરી ઘટનામાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ફરીદૃાબાદૃથી પોતાના વતન જઇ રહેલા શ્રમિકો પૈકી ૨૪ શ્રમિકો સ્થળ પર જ માર્યા ગયા હતા. તો મધ્યપ્રદૃેશમાં પણ આજે જ બનેલા એક અન્ય અકસ્માતમાં ૫ શ્રમિકો માર્યા ગયા હતા. આમ આજે એક જ દિૃવસમાં ૩૦ કરતાં વધારે લાચાર અને બેબસ શ્રમિકો માર્યા ગયા હતા. ઓરૈયા અને મધ્યપ્રદૃેશની ઘટનામાં ભોગ બનેલા આ કમભાગી શ્રમિકો ટ્રકમાં સવાર અન્ય શ્રમિકોની જેમ પોતાના ઘરે જઇને પેતાના પરિવારના સભ્યો સાથે રહેવાના સપનાઓ જોઇ રહૃાાં હતા ત્યારે વહેલી સવારે બનેલી ઘટનામાં માર્યા જતાં તેમના સપનાઓ વેરવિખેર થઇ ગયા હતા. લોકડાઉનમાં એક અંદૃાજ પ્રમાણે ૧૦૦ જેટલા સ્થળાંતરિત શ્રમિકો કેટલાય કિ.મી. ગરમીમાં પગપાળા ચાલીને, કોઇ વાહનના અડફેટે આવીને કે પછી ભૂખમરાને કારણે માર્યા ગયા હોવાનો દૃાવો થઇ રહૃાો છે. જો કે ૮મી મે પછી કમસે કમ ૫૦ કરતાં તો વધારે શ્રમિકો રેલ અને માર્ગ અકસ્માતમાં માર્યા ગયા છે,જેનો કોઇ ઇક્ધાર કરી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ટ્વીટ કરીને આ ઘટના પ્રત્યે દૃુખ વ્યક્ત કર્યું હતું. યુપી સરકારે આ ઘટનાની તપાસના આદૃેશો આપ્યા હતા.
બનાવ ઓરૈયા પાસે ચિરહલી વિસ્તારમાં એક ઢાબા પાસે બન્યા હતો. પોલીસના જણાવ્યા મુજબ બન્ને ટ્રકમાં મજૂર સવાર હતા. દિૃલ્હીથી આવેલી ટ્રક ઢાબા પાસે રોકાયો હતો. અમુક લોકો ચા પીવા નીચે ઉતર્યા હતા. ત્યારે રાજસ્થાનથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. તેમા ચૂનો ભર્યો હતો અને તેમા ૩૦ મજૂરો બેઠા હતા. જે લોક ચા પીવા નીચે ઉતર્યા હતા તે બચી ગયા. નજરે જોનારના કહૃાા મુજબ રાજસ્થાનથી આવી રહેલી ટ્રકના ડ્રાઈવરને ઝોકુ આવી ગયું હતું. બન્ને ટ્રકની ટક્કર પછી ચૂનાની થેલીઓ નીચે મજૂરો દૃટાયા હતામરનારમાં ૧૫ લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમા સૌથી વધારે સાત મજૂરો ઝારખંડના છે. પશ્ર્ચિમ બંગાળના ૪ મજૂર હતા. આ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદૃેશના બે બે મજૂર હતા. બાકીના મરનાર લોકોની ઓળખ થઈ રહી છે . જ્યારે, ઓરૈયાના ડીએમ અભિષેક િંસહના જણાવ્યાં પ્રમાણે, અકસ્માત વહેલી સવારે ૩.૩૦ વાગ્યે થયો હતો. જેમા ૨૪ લોકોના મોત થયા છે અને ૨૦ ઘાયલ થયા છે.