ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સેનાએ બે આતંકીને ઠાર માર્યા

  • અત્યાર સુધીમાં ૧૫૮ આતંકવાદી ઠાર થયા

    ભારતની સીમામાં ઘુસીને અશાંતિ સર્જવાના મનસૂબા સાથે એલઓસી સુધી આવી ગયેલા બે પાકિસ્તાની આતંકવાદીને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા. આ બંને આતંકવાદી રાજૌરી જિલ્લામાં સરહદ નજીકના વિસ્તારમાંથી ઘુસણખોરી કરવાની વેતરણમાં હતા. લશ્કરી પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ આપણા કેટલાક જવાનોએ એલઓસી નજીક નૌશેરા સેક્ટરમાં શંકાસ્પદ હિલચાલ જોઇ હતી. જવાનોએ એ શકમંદોને પડકાર્યા હતા. ત્યારબાદ ત્યાં એક વિસ્ફોટ પણ થયો હતો. તરત જવાનોએ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. જો કે એક માન્યતા એવી પણ છે કે આતંકવાદીઓેએ આ વિસ્તારમાં સુરક્ષાના એક ભાગ રૂપે ગોઠવાયેલી સુરંગ પર પગ મૂકતાં સુરંગ ફાટી હતી અને બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. અન્ય એક વ્યક્તિને ઇજા થઇ હતી.
    ભારતીય લશ્કરના જવાનો આતંકવાદીઓના મૃતદૃેહની તપાસ કરી રહૃાા હતા. શક્યતા એવી હોઇ શકે કે પાછળ આવી રહેલા આતંકવાદીઓ પોતાના સાથીદારોની લાશ ઉપાડી ગયા હતા. બેમાંથી કોઇની લાશ સુરક્ષા દળોને મળી નહોતી. આ વરસે અત્યાર સુધીમાં ૧૫૮ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા. ભારતીય લશ્કરના અધિકારીઓ માને છે કે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ કરવામાં આવ્યો એની પહેલી વરસી (પાંચમી ઑગષ્ટ) નજીક આવી રહી છે ત્યારે આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં હોઇ શકે.સીધી લડાઇમાં ભારતને હરાવી નહીં શકવાથી પાકિસ્તાન પીઠ પાછળથી હુમલા કરતું રહૃાું હતું.