ઘોઘંબામાં બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈકસવારનું ઘટનાસ્થળે મોત

ઘોઘંબામાં ખાનગી બસ અને બાઈકના અકસ્માતમાં બાઈકસવારનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સ્થળે પહોંચી ખાનગી બસ ચાલકને પોલીસ મથકે લઈ જઈ મૃતદૃેહને પીએમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી. કાલોલ બેઠક ઉપર પીએમ મોદીની જાહેરસભાને લઈ ગોધરાથી વડોદરા તરફનો ટ્રાફિક ઘોઘંબા તરફના માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેનાં કારણે માર્ગ ઉપર વાહન વ્યવહાર વધી જવા પામ્યો હતો. જેમાં ઘોઘંબાથી રવેરી તરફ જઈ રહેલા ઘોઘંબા ગામના ઓડ ફળિયામાં રહેતા અને ચાર દીકરીના પિતા પરેશભાઈ પ્રભાતભાઈ ઓડ કે જેઓ ઈંટો બનાવવના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા હતા. તે આજે બપોરે પોતાની મોટરસાયકલ લઈ જઈ રહૃાા હતા. ત્યારે તેઓની બાઇકનું ખાનગી બસ સાથે અકસ્માત સર્જાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સ્થળે પહોંચી ખાનગી બસ ચાલકને પોલીસ મથકે લઈ જઈ મૃતદૃેહને પીએમ માટે ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરી હતી.