ઘોઘામાં ૧ ઈંચ વરસાદ રસ્તાઓ પર પાણી ભરાયા

  • વીજળીના કડાકા ભડાકા સાથે ભાવનગરમાં વરસાદ જળબંબાકાર

    રાજ્યમાં ૫ દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ આવી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. કડાકા ભડાકા સાથે ભાવનગરમાં ધોધમાર ૨ ઈંચ અને ઘોઘામાં ૧ ઈંચ વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે. આજે વહેલી સવારથી ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેિંટગ કરી હતી. ૪૫ મિનિટમાં ભાવનગરમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ઘોઘા પંથકમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ૪૬ મીમી વરસાદ નોંધ્યો છે. ઘોઘામાં ૨૯ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે ઘોઘામાં એક ઇંચ વરસાદ આવ્યો છે. ભાવનગરમાં ૪૫ મિનિટ સુધી કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના માર્ગો પરથી પાણી ફરી વળ્યા હતાં. ધોધમાર વરસાદને લઈને વહેલી સવારે નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા હતા. આ સાથે જ રસ્તા પર પાણી ભરાય જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકો ખુશ થયા હતા. તાપી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહૃાો છે.
તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ, કુકરમુંડા, સોનગઢ, ઉચ્છલ, વ્યારામાં પણ વરસાદ પડ્યો છે. ઉકાઈ ડેમની જળસપાટી ૩૨૩.૩૨ ફૂટ પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમમમાં ૧૦૫૦ ક્યૂસેક પાણીની આવક-જાવક છે. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે વાશેરા કંપાના ખેતરોમાં પાણી ભરાયા છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. અરવલ્લીમાં વરસાદ પડવાથી મુરઝાતા જતા ખેતીપાકને જીવતદાન મળ્યું છે. જેથી જગતનો તાત ખુશીમાં છે. પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ગોધરા સહિતના વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડી રહૃાો છે.