ચંદ્રની માટીને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદશે નાસા

  • ભવિષ્યમા માનવીને ચંદ્ર પર મોકલવા માટે મદદ મળશે

    નાસાએ એલાન કર્યુ કે તે ચંદ્રના પહાડોને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવા માગે છે. જેથી ચંદ્ર પર ખોદકામ કરવાનુ કાર્ય શરૂ કરી શકાય. સ્પેસ એજન્સી કંપની પાસેથી પ્રસ્તાવ મંગાવી રહી છે કે રોવર્સનો ઉપયોગ કરીને ચંદ્ર પરની માટી અને પથ્થરને કેવી રીતે એકત્ર કરશે. નાસાએ યોજના બનાવી છે કે તે ૫૦થી ૫૦૦ ગ્રામના નમૂનાએ ખરીદૃવા માટે ૧૫,૦૦૦ અને ૨૫,૦૦૦ ડોલર સુધીની રકમ ચુકવવી પડશે.
    નાસાએ કહૃાુ કે, ચંદ્રના પહાડો અને માટીને એકઠી કરીને અને તેને નાસાને આપવુ તે ચંદ્ર પર સ્પેસ ટ્રેડ શરૂ કરવાનુ પ્રમાણ હશે. બીજા શબ્દોમા કહીએ તો, આ પગલાથી અંતરિક્ષ વ્યાપાર માટે ખોદકામ કાર્ય કેવી રીતે શરૂ કરવુ, તેના માટે શરૂઆતના સિદ્ધાંતોની સ્થાપના કરવામા મદદ મળશે. જ્યારે, આ પગલાથી ભવિષ્ય માટેના અંતરિક્ષના પ્રોજેકટ માટે મદદ મળશે.
    નાસા ઇચ્છે છે કે, વર્ષ ૨૦૨૪ પહેલા આધિપત્ય અને તેનુ હસ્તાંતરણ થાય કારણ કે આ દરમ્યાન માનવીઓ ફરીથી ચંદ્રની સપાટી પર ઉતરવાની યોજના બનાવી રહૃાા છે. કંપનીઓ ચંદ્રની સપાટી પર ચંદ્રની ધુળ અને પહાડોને એકત્ર કરવી પડશે, જો કે તેમણે પૃથ્વી પર ફરી પાછુ મોકલવુ પડશે નહી. પ્રત્યેક કંપનીએ તેમના દ્વારા એકઠા કરેલા નમુનાનો ફોટા નાસાને મોકલવા પડશે.
    એમના સિવાય, આ નમુનાને ક્યાંથી એકઠા કર્યા અને તેના સંબંધિત ડેટા પણ સ્પેસ એજન્સીને આપવાના રહેશે. નમુનાના વજન ૫૦ થી ૫૦૦ ગ્રામની વચ્ચે હોવા જોઇએ અને ભવિષ્યના મિશન દ્વારા સંગ્રહ કરવા માટે તેયાર કરવુ પડશે. નાસા ત્યારબાદની તારીખમા તેના સંગ્રહ માટે યોજના બનાવશે.
    એક બ્લોગ પોસ્ટમા નાસાના પ્રશાસક જિમ બ્રડેનસ્ટાઇનએ કહૃાુ કે, અમે પોતાની નીતિઓને શોધવા માટે એક નવા યુગમા લાવવા માટે લાગી રહૃાા છીએ. જેનો માનવ સભ્યતાને ખાસ લાભ થશે.