ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી છે

  • તા. ૧૩.૮.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ વદ બીજ, શતતારા  નક્ષત્ર, શોભન  યોગ, તૈતિલ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ) રહેશે .

 

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)       : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી  

તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૨ ને શુક્રવારના રોજ જન્માષ્ટમીનું પાવન પર્વ આવી રહ્યું છે. આ વર્ષે જન્માષ્ટમી પર ઘણા વિશિષ્ઠ સંજોગો રચાઈ રહ્યા છે વળી કૃષ્ણ પરમાત્માને પ્રિય રોહિણી નક્ષત્રમાં તેમનો જન્મ થયો છે જયારે સૂર્ય સ્વગૃહી હોય છે. કૃષ્ણ પરમાત્માના જન્મ સમય અને તિથિ સમજવા જેવા છે. આ તિથિ પર જે રોહિણી નક્ષત્ર હોય છે ત્યાં ચંદ્ર મહારાજ ઉચ્ચના બને છે ચંદ્રનું પ્રિય નક્ષત્ર રોહિણી છે ચંદ્ર એટલે આપણું મન છે માટે ચંદ્ર ઉચ્ચના  થાય એટલે મન પણ શ્રેષ્ઠ બને છે જયારે સૂર્ય મહારાજ સ્વરાશિમાં છે જે આત્માનું દર્શન કરાવે છે જેથી આ દિવસે શ્રેષ્ઠ ગ્રહો વચ્ચે પરમાત્માનો જન્મ થયો હતો. આપણે  જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી એટલે કરીએ છીએ કે આ દિવસે અવકાશમાંથી શ્રેષ્ઠ તરંગો પૃથ્વી પર આવતા હોય છે અને ચંદ્ર અને સૂર્યની ઉચ્ચ સ્થિતિના કારણે આ દિવસે આપણે અધ્યાત્મ દર્શન કરી શકીએ છીએ અને આપણી અંદર રહેલા પરમાત્માને  જગાડી શકીએ છીએ અને જો ખરા અર્થમાં ભાવપૂર્વક આપણે આપણા અંતરાત્માને જગાવી શકીએ તો પરમાત્માની ઝાંખી થતી હોય છે, એ પણ એવા સમયે જયારે કોઈ ખલેલ નથી રાત્રીના ૧૨ ના સમયે ચારે તરફ નીરવ શાંતિ છે અને ત્યારે મંદિર કે કોઈ પવિત્ર જગ્યાએ ભાવપૂર્વક કૃષ્ણ પરમાત્માના દર્શન કરતા કરતા આપણા મનમાં એ ભાવ જાગી જાય તો એક ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા પછી આપણી અંદર પણ એક દિવ્યતાનો જન્મ થાય છે અને ખરા અર્થમાં જન્માષ્ટમી બને છે.