ચંદ્રયાનનાં સફળ લેન્ડીંગથી અમરેલી જિલ્લામાં ઉત્સવ

અમરેલી,
ચંદ્રયાન 3 નું સફળ લેન્ડીંગ થતા અમરેલી સહિત દેશ ભરમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો અમરેલી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ઉત્ સવ જેવો માહોલ સર્જાયાની સાથે ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠા મોઢા કરાવ્યા હતા.
અને સ્વયંભુ દેશભક્તિમય માહોલ વચ્ચે ઇસરોના વૈજ્ઞાનિકોની સિધ્ધીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાનનાં સફળ લેન્ડીંગથી સમગ્ર વિશ્ર્વમાં ભારતે ડંકો વગાડયો છે. અને વૈશ્ર્વીક સિધ્ધી મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યુ છે. તેથી અમરેલી શહેર અને જિલ્લાભરના લોકોએ ઠેર ઠેર ખુશી મનાવી હતી. આ વખતે લોકોમાં પણ એટલો ક્રેઝ હતો કે લાખો લોકોએ ચંદ્રયાનનું લાઇવ નિહાળી ઉત્સવમાં સામેલ થયા