ચંદ્રયાન-3ની સફળ ઉડાનમાં અમરેલીનું પણ યોગદાન

અમરેલી,
ચંદ્ર યાન- 3ની સફળ ઉડાનથી દેશભરમાં સર્વત્ર આનંદ છવાયો છે અને આ ઉડાન મા સફળ થનાર અવકાશ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવનાર ઇસરો માટે સૌ ગૌરવ લઇ રહયા છે ત્યારે અમરેલીના વિદ્યાગુરૂ અને ફોરવર્ડ હાઇસ્કૂલના જીવશાસ્ત્રના નિવૃત શિક્ષક શ્રી બીપીનભાઇ જોષીએ જણાવ્યું હતુ કે ઇસરો માટે આપણુ અમરેલી પણ ગૌરવ લઇ શકે તેમ છે આજે સફળ ઉડાન માટે ઇસરો વતી જેમણે ટીવી ઉપર ઇન્ટરવ્યુ આપ્યો તે ઇસરોના સીનીયર વૈજ્ઞાનિક શ્રી ભરતભાઇ મહેતા છ મહીના પહેલા જ નિવૃત થયા છે અને આ પ્રોજેકટ માટે તેમની સાથે ઇસરોની ટીમે જયારે જયારે જરુર હોય ત્યારે માર્ગદર્શન મેળવ્યુ હતુ અમરેલી નું ગૌરવ એવા શ્રી ભરત ડી મહેતા અમરેલી ની કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ના વિધાર્થી છે અમરેલી ના સુપ્રસિદ્ધ વેપારી સ્વ. રમણભાઈ ખાતર વાળા ના જમાઇ છે તેમના પત્ની હર્ષાબહેન પણ ફોરવર્ડ ના વિદ્યાર્થી હતા.આટલુ જ નહી પણ શ્રી ભરતભાઇ ઉપરાંત શ્રી જેપી જોષી અને શ્રી ચિંતનભાઇ મધ્ાુભાઇ ભટ્ટ પણ ઇસરોમાં સેવા આપી ચુકયા છે તે પણ અમરેલીના હતા અને ફોરવર્ડના વિદ્યાર્થી હતા. આમ અમરેલીના ત્રણ ત્રણ વીરલાઓએ ઇસરોમાં પોતાનુ યોગદાન આપ્યુ છે અમરેલી જેવા નાના શહેર માટે આનાથી વધ્ાુ ગૌરવની બાબત શું હોય ?.આ ઉપરાંત અમરેલીના નિવૃત શિક્ષક દંપતી શ્રી મણીબહેન અને શ્રી ગીગાભાઇ વાળાના પુત્ર શ્રી જલદીપભાઇ પણ ઇસરોમાં સેવા આપી રહયા છે.આમ અમરેલીના સપુતો દેશ માટે મોટુ યોગદાન આપી રહયા છે તે અમરેલી માટે ગૌરવની બાબત છે.