ચકચારી ડમીકાંડની તપાસ ટીમ અમરેલીમાં

અમરેલી,

સમગ્ર રાજયમાં ચર્ચા જગાવનાર ડમીકાંડના પગલે રાજયનો ગૃહવિભાગ સતર્ક બન્યું છે બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજયના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બેઠકોનો સતત ધમધમાટ શરૂ કર્યો છે.તપાસ ટીમો દ્વારા તપાસની સાથે ચાર વિધાર્થીઓને કેશોદમાંથીને પણ ઝડપી લીધ્ોલા આ ડમીકાંડમાં 40 થી વધ્ાુ લોકોને સરકારી નોકરી મેળવી લેવાની શકયતા વચ્ચે ગૃહવિભાગે ઉચ્ચકક્ષાની બેઠકો બોલાવી એટીએસના ડીઆઇજી અને ભાવનગર રેન્જ સહિતના પોલીસ અધિકારીઓ બનાવના મુળસુધી જવા અને ચમરબંધીઓને પણ ન છોડવા તપાસનો ગાળીયો વધ્ાુ મજબુત બનાવી જીણવટભરી તપાસ કરી રહયા છે ઝડપાયેલા 30 આરોપીઓના સાત દિવસના રીમાંડ મંજુર કર્યા છે આ ચકચારી ડમીકાંડની તપાસનો ધમધમાટ વેંગવંતો બન્યો છે ગત તા.17 એટલે કે ગઇકાલે આરોપીઓ પૈકી પીકે પ્રદિપ અને બળદેવના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને એ પછી અક્ષય અને સંજયના ઘરે પણ પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ હતુ આ ઓપરેશન દરમિયાન શું બહાર આવ્યું તેની હજી વિગતો મળી નથી પણ તહેકીકાત જારી છે.ઝડપાયેલા અક્ષર અને સંજયની રીમાંડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવમાં તપાસના કામે એક પીએસઆઇ અને પીઆઇ સહિતની પોલીસ ટીમ અમરેલી પહોંચી છે ડમીકાંડનો રેલો બગસરા અને ધારીીની શાળામા પહોચેલ છે બગસરા અને ધારીની શાળામાં ડમી પરીક્ષાર્થીઓ બેસ્યા હોવાનું ખુલતા સીટ (સ્પેશ્લ ઇન્વેસ્ટીગેશન ટીેમ) પહોચી હોવાનું અને અને અમરેલી જિલ્લામાં પણ તપાસ વેંગવંતી બનાવી છે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું .