ચડતા સુરજ ઢલતા હૈ ઢલ જાયેગા આયી હૈ અંધેરી રાત આજ સુબહ મેં ઉજાલા વાપીસ આયેગા

  • ગુજરાત વિધાનસભામાં અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીએ અટલજીને હદયથી યાદ કર્યા
  • કોરોનામાં વિશ્વ સંઘર્ષ કરતુ હતુ ત્યારે અમે લડાઇ પાટલી બદલવાની નહોતા લડી રહયા અમારી લડાઇ વ્યક્તિગત વિરોધી નહી લોકશાહી વ્યવસ્થાને બચાવવાની હતી : શ્રી પરેશ ધાનાણી

અમરેલી, ગુજરાત વિધાનસભામાં પોતાના વિચારો રજુ કરતા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ અટલજીને હદયથી યાદ કર્યા હતા શ્રી પરેશ ધાનાણીએ બાજપાઇજીના શબ્દોથી પોતાના વિચારો રજુ કરતા “ચડતા સુરજ ઢલતા હૈ ઢલ જાયેગા આયી હૈ અંધેરી રાત આજ સુબહ મેં ઉજાલા વાપીસ આયેગા’’ની પંક્તિઓ સાથે જણાવ્યુ હતુ કે બે સીટોથી શરૂ થયેલ યાત્રા બોટાદ નગરપાલિકામાં દિવડાએ પ્રગટાવેલી જ્યોત આજે ગુજરાતની અંદર 30 વર્ષ સતત પ્રગટતી રહી અને દેશની સંસદમાં 303 સુધી પહોંચી છે તેમ છતા દુ:ખની બાબત એ છે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં સમસ્યાઓનું અંધારૂ શા માટે છે ? વિતેલુ વર્ષ વૈશ્ર્વિક મહામારી અને કોરોનાની કઠણાઇનું હતુ કોરોનામાં વિશ્વ સંઘર્ષ કરતુ હતુ ત્યારે અમે લડાઇ પાટલી બદલવાની નહોતા લડી રહયા અમારી લડાઇ વ્યક્તિગત વિરોધી નહી લોકશાહી વ્યવસ્થાને બચાવવાની હતી તેમ જણાવી શ્રી પરેશ ધાનાણીએ ગેસના ભાવ વધારા, માસ્કના દંડ, બેરોજગારીના મુદાઓ રજુ કરી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના ખુબ નબળા પરિણામોને સ્વીકારી મુખ્યમંત્રીશ્રી, ભાજપને અભિનંદન પાઠવ્યા હતા.