ચમારડીથી ભીલડી સુધીનો રોડ બે મહિનામાં ચીંથરેહાલ

ચમારડી,

બાબરા તાલુકાના ચમારડીથી કુંવરગઢ, વાલપુર, પીરખીજડીયા, ઈગોરાળા, થઈ ને પસાર થતો ભીલડી સુધીનો રસ્તો ટૂંક સમય એટલે કે (2) બે મહિનામાં ચીંથરેહાલ બન્યો છે અહીં રોડ વચ્ચે મોટા મોટા ખાડા પડી જવાથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે હજુ તો બે મહિના પહેલા નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો રોડ નું કામ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ નબળું પુરવાર થયું હતું દસ કી. મી. સળંગ રોડમાં ખાડાંઓની હારમાળા સર્જાઈ છે તેમાંય ઈગોરાળા થી બહાર નીકળતા ત્રણ ત્રણ ફૂટનાં ખાડા પડી ગયા છે ક્યારે અકસ્માતની સર્જાય શકે તેનું નક્કી નહિ રોડમાં નબળો સામાન વપરાયો હોય ચોમાસા ના પ્રથમ વરસાદથી માર્ગોમાં ભૂવા પડી ગયા હોય જેથી આ કામનું બિલ અટકાવી તુરત ફરી મરામત કરવામાં આવે