ચરખાથી બાબરાની હોનેસ્ટ હોટેલ નજીક ટ્રકે ઈકો કારને હડફેટે ચડાવી

અમરેલી,
બાબરા તાલુકાના ચરખાથી બાબરા વચ્ચે આવેલ હોનેસ્ટ હોટેલ નજીક ઈકો ફોરવ્હીલ જી.જે. 03 એન.બી. 5855 માં આટકોટના અક્ષયભાઈ સાઢમીયા આટકોટથી બાબરા પેસેન્જર બેસાડી આવતા હતા ત્યારે બાબરા તરફ આવતા રોડની ડીવાઈડમાં વાવેલ વૃક્ષને પાણી પીવડાવવા ટ્રેકટર પાણીનો ટાંકો જોડેલ ચાલતું હોય . જેથી અક્ષયભાઈએ ઈકો કાર ધીમી કરતા પાછળ પુર ઝડપે આવતા ટ્રક જી.જે. 13 ડબલ્યુ 2320 ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી ઈકો કાર પાછળ ટકકર મારી અક્ષયભાઈ તથા ઈકોમા બેસેલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ કરી નાસી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ