ચલાલાના કમીકેરાળા રોડ ઉપર બાઇક સ્લીપ થતા એકનું મોત થયું : એકને ઇજા

  • સામેના વાહનની લાઇટમાં અંજાઇ જતા બાઇકનો કાબુ ગુમાવતા સ્લીપ થયું

અમરેલી,
ચલાલાથી કમીકેરાળા રોડ ઉપર કુરદીપસિંહ ભુરસિંગ દામેલીયા ઉ.વ.35 અને દીલુભાઇ પુંજીયાભાઇ મહેડા ઉ.વ.28 મુળ એમ.પી. હાલ સાવરકુંડલાના નેસડી ગામે રહેતા હોય. બાઇક નં. જી.જે.1 ડી.સી.3633 લઇ જતા હતા ત્યારે દીલુભાઇ પુંજીયાભાઇએ પુર ઝડપે અને બે ફીકરાઇથી બાઇક ચલાવતા સામેના વાહનની લાઇટમાં અંજાઇ જતા અને ખાંભાને તારવવા જતા બાઇક સ્લીપ થઇ જતા પડી જવાથી દીલુભાઇને માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત નિપજેલ હતું. જ્યારે પાછળ બેઠેલા કુરદીપસિંહ ભુરસિંગ દામેલીયા ઉ.વ.35ને મુંઢ ઇજા કર્યાની ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.