ચલાલાના દીતલા ગામે નદીમાં તણાઇ જતાં વૃધ્ધનું મોત

  • નદી ઓળંગવા જતા પાણીનાં પ્રવાહમાં તણાઇ જવાથી મોત

અમરેલી,
ચલાલાના દીતલામાં શેલખંભાળીયા ગામના ગુણાભાઇ પરશુરામભાઇ બ્રાહ્મણ ઉ.વ. 85 નદી ઓળંગવા જતાં પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી મોત નિપજયાનું સરપંચ ભરતભાઇ વાળાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.