ચલાલાના પાણીયાદેવમાં કુવામાં પડી જતા બે ભાઇઓના મોત

અમરેલી,
ચલાલાના પાણીયાદેવ ગુલાબભાઇ કનુભાઇ કાથરોટીયાની વાડીમાં આવેલ કુવામાં સુરબસિંગ પુંજીયાભાઇ સોનવણે નો મોટો દિકરો પીંન્ટયો દારૂ પિવાની ટેવ હોય જેથી તેમની પત્ની પાસે દારૂ પીવાના પૈેસા માંગતા પૈસા નહિં આપતા પત્ની સાથે ઝઘડો કરી આવેશમાં આવી બાજુના ખેતરના કુવામાં પડી જવાની કોશિશ કરતા નાનો દિકરો બાપુસિગ તેને બચાવવા જતા મંડાણ પકડેલ હોય જે તુટી જતા બંને દિકરાઓ કુવામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું સુપરસિંગ સોનવણેએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.