ચલાલાના વર્મી કમ્પોસ્ટમાં ભીષણ આગ લાગી

  • પાલિકાના ચિફ ઓફીસરની સમય સુચકતાથી વધુ નુકશાન અટક્યું : 4 કલાકે આગ કાબુમાં આવી
  • પાલિકાના ઉપપ્રમુખશ્રી જયરાજભાઇ વાળા, શ્રી પ્રકાશ કારીયા અને સ્ટાફ તાકિદે બનાવના સ્થળે દોડી ગયો

ચલાલા,
ચલાલાના નગરપાલિકા સંચાલીત શ્રમિક યોજનામાં કચરાના ઢગલામાં એકાએક ભીષણ આગ લાગતા વર્મી કમ્પોજ પરના કર્મચારીએ ચીફ ઓફીસર શ્રી ગોહિલને જાણ કરતા ચીફ ઓફીસર શ્રી ગોહિલ ગંભીરતા સમજી પળનો પણ વિલંબ કર્યા વગર ન.પા.ના પ્રમુખ પતિ શ્રી પ્રકાશ કારીયા ઉપપ્રમુખશ્રી જયરાજભાઇ વાળા કર્મચારી શ્રી કાળુભાઇ લશ્કરી એન્જીનીયર શ્રી ધડુક, શ્રી ગજુભાઇ વાળા, ટ્રેકટર ડ્રાઇવર શ્રી ધવલ સરધારા સહિતનાએ સાથે રાખી 108ની ઝડપે સ્થળ પર પહોંચી તાબડતોબ અમરેલી અને બગસરાથી ફાયર ફાયટર મંગાવી ભીષણ આગને કાબુમાં લેતા આજુબાજુના ખેતર વાડીમાં ઉભા પાકને નુકશાન થતા અટક્યુ હતુ અને ચાર કલાકે આગ કાબુમાં આવી હતી જાણવા મળતી માહિતી અનુસાર હજુ બચાવ કામગીરી ચાલુ છે તેમ જણાવાયુ છે.