અમરેલી, ચલાલા ખાંભા રોડ વાવડી ગામના પાટીયા નજીક કમ્પાસ જીપ જી.જે.23 સી.એ.4877 ના ચાલકે પુર ઝડપે અને બે ફીકરાઇ થી ચલાવી મારૂતી ઝેન જી.જે.01,એસ.સી.5624 મા રાહુલભાઇ ચકુભાઇ સોલંકી ઉ.વ.30 જેમના ચાલક રવિભાઇ વિનુભાઇ ગાંગડીયા તેમજ અન્ય એક રહે.ફતેપુર વાળાની કાર સાથે અથડાવી અકસ્માત કરતા રાહુલભાઇ સોલંકી સામાન્ય છોલાણ થયેલ. અન્ય એકને પગમાં ફેકચર થયેલ હતુ. જયારે ચાલક રવિભાઇ ગાંગડીયાએ જમણા પગે ફેકચર તેમજ સ્ટેરીંગ વાગવાથી મુંઢ ઇજા થતા પ્રથમ અમરેલી અને ત્યાથી વધુ સારવાર માટે ખસેડાતા તેમનું મોત નિપજયાનું રાહુલભાઇ સોલંકીએ જીપ ચાલક સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.