ચલાલાના સિનીયર સીટીઝનના છેતરપીંડીથી પડાવી લેવાયેલ 50 હજાર પરત અપાવતી પોલીસ

  • એસપીશ્રી નિર્લિપ્ત રાય સમક્ષ થયેલી રજુઆતને પગલે ચાર કલાકમાં જ કેસ પુરો
  • ત્રણ વર્ષથી ખાંભા તાલુકાના શખ્સે વૃધ્ધને ભોળવી 50 હજારનો ચુનો લગાડયો હતો : એસપીશ્રી સમક્ષ રજુઆત થતા ચાર કલાકમાં નાણા પરત આવી ગયા

ચલાલા,
ચલાલાના નવાપરામાં રહેતા સિનીયર સીટીઝનના પડાવી લેવાયેલા 50 હજાર એસપીશ્રી નિર્લિપ્ત રાય સમક્ષ રજુઆત થતા માત્ર ચાર કલાકમાં આ સિનીયર સીટીઝનને પરત મળ્યા હતા.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, ચલાલાના નવાપરામાં રહેતા મોહનભાઇ વલ્લભભાઇ કાકડીયા નામના સિનીયર સીટીઝનને ગત તા.27 જાન્યુઆરી 2017 ના રોજ ખાંભા તાલુકાના રબારીકા ગામના શખ્સે ભોળવી 50 હજાર રૂપીયા લીધા હતા અને તે રકમની સ્કીમ કે રકમ પરત ન આપતા શ્રી મોહનભાઇએ એસપીશ્રી નિર્લિપ્ત રાયનો સમય લઇ તેમને રજુઆત કરતા માત્ર ચાર કલાકમાં જ ચલાલાના પીએસઆઇ શ્રી ડી. વી. પંડયા તથા એએસઆઇ દેવશીભાઇ રબારીના પ્રયાસોથી મોહનભાઇએ તેમના 50 હજાર પરત મળી ગયા હતા શ્રી મોહનભાઇએ પોલીસની આ ઝડપી કામગીરીથી આનંદ વ્યક્ત કર્યો હતો.