ચલાલામાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાઇ ગયો

અમરેલી,
ચલાલામાંથી એસઓજીના પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડે એક શખ્સને ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો.
રેન્જ આઇજી શ્રી અશોકકુમારની સુચના અને અમરેલીના પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ ઉપર નજર રાખી રહેલ એસઓજીના પીએસઆઇ અને તેની ટીમને માહીતી મળી હતી કે, ચલાલા વિસ્તારમાં તળાવ કાંઠે દહીડા વાસમાં રહેતા નુરમામદ નજરમામદ બ્લોચ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી એસઓજીએ રેડ કરતા ગાંજો પોતાનાં ભાઇના કબ્જાનાં રહેણાંક મકાનની અગાસી ઉપર મુકી આવેલ હોય, 1 કીલો 194 ગ્રામ, કિ.રૂ.11,940/- તથા (2) એક ઇલેકટ્રોનિક વજન કાંટો કિ.રૂ.500/- મળી કુલ કિ.ર.12,440/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.