ચલાલામાં અંશાવતાર પુજ્ય દાનમહારાજ સમક્ષ શીશ નમાવતા શ્રી દિલીપ સંઘાણી

  • વર્ષોની પરંપરા મુજબ દાન મહારાજનાં દર્શન કરી પુજય વલ્કુબાપુનાં આર્શિવાદ લીધા
  • એનસીયુઆઇનાં ચેરમેન બન્યા બાદ વતન આવી

ચલાલા,
સહકાર શિરોમણી શ્રી દિલીપ સંઘાણીની એન.સી.યુ.આઇ.ના ચેરમેન પદે બિનહરીફ વરણી થતા વિજય બની પ્રથમ વખત અમરેલી આવેલા શ્રી દિલીપ સંઘાણીએ ચલાલા દાનમહારાજની જગ્યામાં જઇ પુજય દાન મહારાજ અને પુજય વલ્કુબાપુના આર્શિવાદ મેળવ્યા હતા.
પુજય વલ્કુબાપુએ શ્રી દિલીપ સંઘાણીને મો મિઠુ કરાવી ફુલહાર સાથે આર્શિવાદ આપ્યા હતા આ પ્રસંગે લધ્ાુ મહંત પુજય મહાવિરબાપુ,જયોત્સનાબેન ભગત,અશ્ર્વિનભાઇ સાવલીયા,કૌશિકભાઇ વેકરીયા, ધીરૂભભાઇ વાળા, જયરાજભાઇ વાળા,જયંતિભાઇ પાનસુરીયા,પ્રકાશભાઇ કારીયા, હિંમતભાઇ દોંગા,દિલુભાઇ વાળા,અનિરુધ્ધભાઇ વાળા, ધનજીભાઇ કાથરોટીયા, પ્રવિણભાઇ માલવીયા, અશોકભાઇ કાકડીયા, અશોકભાઇ કાથરોટીયા, ધનશ્યામભાઇ કાથરોટીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.