ચલાલામાં કન્યાશાળાનો સમય ફેરવાતા વિદ્યાર્થીનીઓ રાત્રીના સમયે ઘેર પહોંચે છે

અમરેલી, ચલાલામાં શાળાનો સમય ફેરવાતા વિદ્યાર્થીનીઓ રાત્રીના સમયે ઘેર પહોંચતી હોવાને કારણે ચલાલામાં મુશ્કેલીમાં મુકાયેલ દીકરીઓ ચલાલા પાલિકા પ્રમુખ શ્રીમતી ગીતાબહેન કારીયાના ઘેર પહોંચી હતી અને આસપાસના ગામોમાં સાંજે શાળા છુટયા બાદ ઘેર પહોંચતા સાંજ પડી જતી હોવાની રજુઆત કરતા ચલાલાની એમકેસી કન્યા વિદ્યાલયનો સમય ફેરવવા જિલ્લા શિક્ષણાધિકારીને પાલિકા પ્રમુખ શ્રીમતી ગીતાબહેન કારીયા અને ઉપપ્રમુખ શ્રી જયરાજભાઇ વાળાએ રજુઆત કરી છે.