ચલાલામાં કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપનો મેળાવડો, કોરોના ગાઈડલાઈન ભુલાઈ

  • વડાપ્રધાન મોદીની સલાહ ભાજપના નેતાઓ જ ભૂલ્યા

    ગઈકાલે મંગળવારે જ દૃેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ દૃેશના લોકોને સંબોધન કર્યું હતું અને કહૃાું હતું કે, લોકડાઉન ગયુ છે પણ કોરોના નથી ગયો. કોરોનામાં આપણે બધાએ કાળજી રાખવાની છે. પરંતુ મોદીની આ સલાહ ભાજપના નેતાઓને ઝાપા સુધી હોય તેવો ઘાટ ચલાલામાં જોવા મળ્યો હતો. ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહૃાો છે. આજે ચલાલામાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. રાજકીય લોકોને કોરાના મહામારીની જરા પણ કદર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ભાજપના નેતાઓ અને કાર્યકરોના મેળાવડાથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાર્યાલયના ઉદઘાટન બાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના નેતાઓ દો ગજ કી દૃૂરી ભૂલ્યા હતા. કાર્યકરો અને નેતાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતા.
    ભાજપના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ભાજપના શંભુનાથ ટુંડિયા, અમરેલીના સાંસદ નારણ કાછડિયા, રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહૃાા હતા. કાર્યકરોમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગથી લોકોમાં સવાલ થઈ રહૃાો છે કે સામાન્ય લોકો પાસેથી પ્રશાસન સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્કનો મસ મોટો દંડ ઉઘરાવે છે. ત્યારે શું ભાજપના કાર્યકરો અને નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહૃાું છે ત્યારે ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહૃાા છે.
    ગઢડા ચૂંટણીના પ્રચારમાં ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહૃાાં છે. ગઈકાલે સાંજના ૬ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દૃેશને સંબોધન કરી કહૃાું હતું કે, લોકડાઉન ગયું છે કોરોના નથી ગયો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનની અપીલના કલાકો બાદ ગઢડામાં આત્મારામ પરમારના પ્રચારમાં આવેલા શંભુનાથ ટૂંડિયાના કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ગઢડાના વોર્ડ નંબર ૫માં વણકર વાસમાં કાર્યક્રમ હતો.જેમાં ઢોલ નગારા વગાડી ટોળાશાહી કરી શંભુનાથ ટુંડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી તે એક મોટો સવાલ છે.