ચલાલામાં તંત્રએ 130 જગ્યાએથી દબાણ હટાવ્યું

ચલાલા,
ચલાલામાં માર્ગ પહોળો બનાવવાની કામગીરી દરમિયાન માર્ગ મકાન વિભાગ અને પાલિકા તંત્રએ 130 જગ્યાએથી દબાણ હટાવ્યું હતુ. આ કામગીરીથી માર્ગ પહોળો થયો હતો પણ અનેક નાના ધંધાર્થીઓને ફટકો પણ પડયો હતો જોકે પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓ માટે વિચારણા કરવા હૈયાધારણા અપાઇ હતી.