ચલાલામાં પત્નીનાં પ્રેમીની હત્યા કરી નાસેલા પતિ, મહિલાનો ભત્રીજો ઝબ્બે

  • પરિણીત મહિલાએ મૃતક સાથે કર્યા હતા મૈત્રી કરાર
  • ફોરવ્હીલની નીચે કચડી હત્યાને અકસ્માતમાં ખપાવવાનો કારસો

અમરેલી,ચલાલા નજીક મોરઝર ગામ જવાના રસ્તે પત્નીના પ્રેમીને ફોરવ્હીલની નીચે કચડીને મહિલાના પતિ તથા તેના ભત્રીજાએ હત્યા નિપજાવી હતી ફરાર થઈ ગયા બાદ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.આ અંગે ચલાલા પોલીસ મથકે જાહેર થયેલી વિગતો મુજબ ચલાલામાં રહેતા યુવાન કેતન કાંતીભાઈ કાકડીયા (ઉ.વ.૩ર)એ પ્રવિણ ગોબરભાઈ રાઠોડના પત્ની ઈલાબેન સાથે મૈત્રી કરાર કર્યો હતો અને તેના કારણે મહિલાના પતિ પ્રવિણભાઈ તથા મહિલાનો ભત્રીજો ઘનશ્યામ વિરજીભાઈ સોલંકીએ સાથે મફ્રીને કેતનભાઈની હત્યા કરવાનું કાવત્રું રચ્યું હતું. આ રીતે અગાઉ કેતનભાઈના મિત્ર જયદિપભાઈ જોબનપુત્રાને પૈસા આપી જવાના બહાને બોલાવીને તેની પાસ્ો કેતનને ફોન કરાવ્યો હતો અને ફોનમાં કેતનભાઈ ચલાલાથી મોરઝર વચ્ચે હોવાનું જાણ્યા બાદ પ્રવિણ અને ઘનશ્યામ ફોરવ્હીલમાં બેસીને ઘટના સ્થફ્રે પહોચ્યા હતા અને આરોપીઓએ પોતાની ફોરવ્હીલ કેતનભાઈના બાઈક ઉપર ચડાવી દઈને તેનું ઢીમ ઢાફ્રી દીધું હતું અને સમગ્ર ઘટના હત્યાના બદલે અકસ્માતમાં ખપી જાય તેવો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં જયદિપભાઈએ બન્ને આરોપીઓ દ્વારા કાવત્રું રચીને હત્યા કરવામાં આવી હોવાની જુબાની આપતા સમગ્ર ઘટનાનો પર્દૃાફાશ થયો હતો. આ કેસમાં ચલાલા પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.આરોપીઓ દ્વારા ગાડીની નીચે કચડી નાખવાના કારણે કેતનભાઈનો મોઢાની ડાબી બાજુનો ભાગ વિકૃત બની ગયો હતો અને બન્ને હાથ તેમજ ડાબા પગનો અંગુઢો ભાંગી ગયેલી હાલતમાં લોહીલુહાણ મૃતદેહ મફ્રી આવ્યો હતો.