ચલાલામાં પાલીકા પ્રમુખે પાણી માટે સાંસદને રજુઆત કરી અને ગણતરીના કલાકોમાં જ પ્રશ્ર્ન ઉકેલાયો

ચલાલા,ચલાલામાં સર્જાયેલા પાણી પ્રશ્ર્ને નગરપાલીકાના જાગૃત પ્રમુખ શ્રી હિંમતભાઇ દોંગા દ્વારા અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને રજુઆત કરાતા શ્રી કાછડીયાની જહેમતથી પાણી પ્રશ્ર્ન હલ થતા ચલાલાની જનતા વતી પાલીકા પ્રમુખ શ્રી હિંમતભાઇ દોંગાએ શ્રી કાછડીયાનો આભાર માન્યો છે. ચલાલાનાં પાણી પ્રશ્ર્ને ઘણા સમયથી મુશ્કેલી હતી. આ અંગે અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને શ્રી હિંમતભાઇ દોંગા દ્વારા રજુઆત કરાતા તેમણે અંગત રસ દાખવી પાણીનો પ્રશ્ર્ન હલ કરી આપ્યો છે. ઘણા સમયથી દુષિત પાણી આવતુ હતું. તે મુશ્કેલીમાંથી લોકોનો પણ છુટકારો થયો છે. આ જટીલ પ્રશ્ર્નનો ઉકેલ આવતા લોકોમાં પણ ખુશી વ્યાપી ગઇ છે. ચલાલા નગરપાલીકાના પ્રમુખશ્રી હિંમતભાઇ દોંગાએ પ્રશ્ર્નના ઉકેલ બદલ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.