ચલાલામાં પીજીવીસીએલ દ્વારા બે દિવસમાં 11 લાખની વસુલાત : 50 વિજ કનેકશનો કાપી નાખ્યાં

  • માર્ચ મહિનો શરૂ થતા જ પીજીવીસીએલે 20 ટીમો બનાવી ઝુંબેશ વેગવંતી કરી : વસુલાત માટે કડક પગલા

ચલાલા,
ચલાલામાં પીજીવીસીએલ દ્વારા બે દિવસમાં 11 લાખની વસુલાત સાથે 50 વિજ જોડાણો કાપી નાખ્યા છે માર્ચ મહિનો શરૂ થતા જ પીજીવીસીએલ દ્વારા વસુલાત માટે 20 ટીમો બનાવી ત્રણ દિવસમાં 11 લાખ જેવી વસુલાત કર્યાની સાથે રકમ ન ભરનારના 50 જેટલા વીજજોડાણો પણ કાપી નાખ્યા છે આ અંગે નાયબ ઇજનેર એમ.પી.પરમારે ગ્રાહકોને નમ્ર અપીલ કરી છે કે વીજબીલની રકમ વહેલી તકે ભરપાઇ કરે જેથી વીજળી થી વંચીત રહેવુ ન પડે અને દંડની રકમ ભરવી ન પડે તેથી સહકાર આપવા જણાવ્યું છે.