ચલાલામાં પોલીસ અને નગરપાલિકા દ્વારા કોરોના સામે સરકારી નિયમોનું પાલન કરવા વેપારીઓને જાણ કરાઇ

ચલાલા,  દેશ અને દુનિયામાં કોરોના મહામારી ઝડપથી વધી રહી છે. ત્યાારે અમરેલી જીલ્લામાં પણ કોરોના મહામારી વધતા તેની સામે સાવચેતી રાખવા માટે સરકારશ્રી દ્વારા તેમજ સામાજીક સંસ્થાાઓ દ્વારા વેક્સિનના કેમ્પો રાખી લોકોમાં જાગૃતી લાવવા રસીકરણ ચાલી રહ્યું છે. ચલાલામાં કોરોના મહામારીને નાથવા માટે અને સાવચેતી માટે ચલાલા પાલિકા અને પોલીસ દ્વારા આજે સાંજે મેઇન બજાર, શાકમાર્કેટ, તીનબતી ચોક, મોચી બજાર, હવેલી રોડ, લાઇબ્રેરી રોડ સહિતના વિસ્તાારોમાં પી.એસ.આઇ.શ્રી રાઓલ, ચિફ ઓફિસરશ્રી ગોહિલ, પાલિકા પ્રમુખવતી પ્રકાશભાઇ કારિયા, ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા, પોલીસ સ્ટાફ અને પાલિકા સ્ટાફ સહિત બજારમાં ફરિને ફરજીયાત માસ્ક પહેરવાનું તેમજ દુકાન પર સેનિટાઇજર બોટલ તેમજ સોશ્યલ ડિસ્ટન્સ રાખવા દુકાન આગળ ગોળ રાઉન્ડ બનાવવા જાણ કરવામાં આવી હતી. વેપારીઓએ સુચનાનું પાલન કરવા ખાત્રી આપી હતી.