ચલાલામાં બંધને પ્રતિસાદ ન મળ્યો

ચલાલા,
ભારતમાં ભાજપની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ખેડુતોના હિત માટે કૃષિ બિલ પાસ કરવામાં આવેલ છે. તેમની સામે પંજાબ, હરિયાણા સહિતના ખેડુતો જન આંદોલન કરી રહયા છે. ત્યારે કો્રગ્રેસ દ્વારા ખેડુતોને ઉશ્કેરણી કરી રાજકીય જસ અને લાભ ખાંટવા ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. ત્યારે આજે ચલાલામાં કોંગ્રેસની નકારાત્મક વિચારધારા ને સમર્થન નહી આપી ભારત સરકાર દ્વારા કૄષિબીલ ના ખરડાને સમર્થન કરી ચલાલા પંથકના તમામ ખેડુતમિત્રો અને નાના-મોટા તમામ મિત્રોએ પોતાના નાના-મોટા વેપાર- ધંધા ચાલુ રાખી ભારત બંધને જાકારો આપેલ છે. ચલાલના વેપારીઓ અને ખેડુતોએ બંધને પ્રતીસાદ ન આપીને પોતાના કામ ધંધા શરૂ રાખ્યા હતા. આ તકે ધારાસભ્ય જે.વી.કાકડીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા, પાલીકાના પ્રમુખ ગીતાબેન કારીયા, ઉપપ્રમુખ જયરાજભાઈ વાળા, પુર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, પુર્વ ઉપપ્રમુખ અનીરૂધ્ધભાઈ વાળા , સદસ્ય પુનાભાઈ રબારી, બાલાબાપુ દેવમુરારી, જિલ્લા ભા.જ.પ અગ્રણી કોકીલાબેન કાકડીયા, શહેર પ્રમુખ મનસુખભાઈ ગડીયા, પ્રવિણભાઈ માલવીયા, અશોકભાઈ કાથરોટીયા, દિનુભાઈ મકરાણી, ચતુરભાઈ સુરેલા, શીવરાજભાઈ વાળા,વિનુભાઈ કાથરોટીયા સહિતના આગેવાનોએ બંધમાં નહી જોડવા બદલ અને કૃષિબિલને સમર્થન આપવા બદલ તમામ વેપારી-મિત્રો અને જાગ્રત ખેડુત મિત્રોને અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યાનું પ્રકાશભાઈ કારીયાની યાદીમાં જણાવ્યું છે.