અમરેલી,
ચલાલામાં બુરહાનભાઈ રસુલભાઈ હથિયારીના બંધ આઈસ્ક્રીમ અને કુલ્ફીના કારખાનામાં તા.26/2 ના રાત્રિના કોઈ તસ્કરોએ પ્રવેશ કરી આઈસ્ક્રીમ બનાવવામાં ઠંડક આપતું કંમ્પ્રેશર મશીન રૂ/-75,000 તેમજ તાંબા અને પિતળના કુલ્ફી બનાવવાના ફરમા 11 નંગ રૂ/-36,000 તેમજ ઈન્ટર જીપનો એન્જીન બ્લોક રૂ/-10,000 મળી કુલ રૂ/-1,21,000 ના મુદામાલની ચોરી કરી ગયાની ચલાલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી