ચલાલામાં બે વર્ષે બનેલ બે કરોડનો રસ્તો બે મહીનામાં તૂટયો

  • આવા નબળા કામો કરનારા ગુનેગારથી ઓછા નથી આમની સામે પણ સરકારના નાણા ખાઇ જવાનો ગુનો શા માટે દાખલ થતો નથી
  • બે બે વર્ષ સુધી ઠેબા ખાનારા ચલાલાના લોકોને બે વર્ષે એક કીલોમીટરનો રોડ મળ્યો પણ માત્ર બે મહીનામાં જ રોડ ઉપર ગાબડા પડયા : લોકોના બે કરોડ બકરી ચાવી ગઇ
  • અમરેલીમાં કલેકટરે જાતે ધ્યાન રાખ્યું તો ચલાલામાં કૌભાંડીઓએ કળા કરી : અમુક જગ્યાએ તો આરસીસી રોડમાં લોખંડનો ઉપયોગ જ નથી કરાયો : પાલિકા દ્વારા રજુઆત

ચલાલા,
જિલ્લા આર એન્ડ બી વિભાગની દેખરેખ નીચે ધારી અમરેલી વચ્ચે ચલાલા શહેરી વિસ્તારનો અંદાજે એક કિ.મી.નો માત્ર બે મહિના પહેલા રૂા. 2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવો સીસી રોડ ઉપર મસ મોટી તિરાડો અને મસ મોટા ગાબડા પડી જતા ચલાલા શહેરના ગ્રામજનો દ્વારા ચલાલા નગરપાલિકામાં લેખીત રજુઆત કરાતા ચલાલા નગરપાલિકાની ટીમ દ્વારા આ ગ્રામજનોની લેખીત ફરિયાદનો ગંભીરતા સમજી માત્ર બે મહિના પહેલામાં ધારાસભ્ય જે.વી. કાકડીયાની બે કરોડની સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ અતિ આ મહત્વના સીસી રોડ નબળો અને નબળી ગુણવતા અને નબળા મટીરીયલથી બનાવવામાં આવેલ આ સીસી રોડ પર મસ મોટી તિરાડો અને મસ મોટા ગાબડા પડી જવાથી લેખીત ફરિયાદ જિલ્લા કલેકટરશ્રીને કરેલ છે છેલ્લા બે વર્ષથી શહેરીજનો અને શહેરના આગેવાનો દ્વારા સતત રજુઆત અને માંગણીથી ચલાલા અમરેલી વચ્ચેેનો શહેરી વિસ્તારનો હાઇવે મંજુર થતા અને માંડ માંડ આ રોડ બનતા અને માત્ર બે મહિનાના ટુંકાગાળામાં આ નવા સીસી રોડ ગાબડાઓ અને તિરાડો પડી જતા શહેરીજનોમાં નિરાશા સાથે રોષ ફાટી નીકળ્યો છે. શહેરીજનોની વારંવાર મોખીક અને લેખીત રજુઆતના કારણે ચલાલા નગર પાલીકા ટીમે જિલ્લા કલેકટર, જિલ્લા સાંસદશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને પુર્વ ધારાસભ્યને લેખીત રજુઆત કરીને જણાવેલ છે આ રોડ નબળી ગુણવતા સાથે બનેલ છે. અને માત્ર બે મહિનાના ટુંકાગાળામાં જ મસ મોટા ગાબડા અને તિરાડો પડી જતા આ અંગે યોગ્ય કરવા જણાવેલ છે.