ચલાલામાં માર્ગ પહોળો બનાવવા તંત્ર દ્વારા ડીમોલેશન થશે

ચલાલા પાલીકા અને આરએન્ડબી વિભાગ દ્વારા સંયુક્ત આયોજન, અનેક વિજપોલ અને ટ્રાન્સફોર્મરો હટાવીને ચલાલાની શકલ બદલાશે
ચલાલા,
ચલાલા શહેરમાં આવેલ મુખ્યમાર્ગ પહોળો કરવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકે આ રોડ ઉપર થયેલા દબાણો દુર કરવા આર.એન્ડ.બી. વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી સુચના આપી હતી અને આ દબાણો દુર કરવા માટે જે તે દબાણ કર્તાઓને અગાઉથી જ ગેરકાયદેસર દબાણો હટાવી લેવા માટે મૌખિક સુચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત કેટલાક દબાણ કર્તાઓએ પોતાનાં હાથે જ દબાણો દુર કર્યા હતાં. જ્યારે બાકીનાં દબાણકર્તાઓએ દબાણ દુર નહી કરતા વહીવટી તંત્ર દ્વારા આવા દબાણો આજે અને આવતી કાલે બે દિવસ સુધીમાં આ દબાણો દુર કરી અને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લા કલેક્ટરનાં આદેશ અનુસાર ધારી તાલુકા આર.એન્ડ.બી વિભાગ અને ચલાલા પાલીકા તંત્ર દ્વારા આજે તા.13-3 શુક્રવારનાં ડીમોલેશન હાથ ધરાશે. ચલાલાનાં મુખ્ય પ્રવેશ દ્વારથી ધારી રોડ, રેલ્વે ફાટક સુધી નવો સીસી રોડ બનાવવાનું કામ શરૂ છે.