ચલાલામાં સ્ટેટ હાઈવે ઉપરનું નવું નાળુ બનાવો : પાલિકા પ્રમુખ

  • ચલાલા પાલીકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન કારીયાએ આરએન્ડબી તેમજ ધારાસભ્યને રજુઆત કરી

ચલાલા,
ચલાલા શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર મીઠાપુર ગેટ પાસે આવેલ નાળુ જર્જરીત અને જુનુ તેમજ સાકડુ હોવાથી અવાર-નવાર નાના-મોટા અકસ્માત થતા રહે છે.
તેમજ સાકડું માળુ હોવાથી વરસાદી પાણી તેમજ ગ્રેનેજ ગટરનું વેસ્ટેજ પાણીનો નીકાલ જરૂરિયાત પ્રમાણે થતો નથી. અહીંના દુકાનદારો પણ મુશ્કેેલીનો સામનો કરી રહયા છે.
જેના કારણે ચલાલા નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન કારીયા, ઉપપ્રમુખ જયરાજભાઈ વાળા અને ટીમ પાલીકાના સદસ્યશ્રીઓને સાથે રાખી ધારી આર. એન્ડ..બી. વિભાગને તેમજ ધારાસભ્ય જે.વી.કાકડીયાને રૂબરૂ રજુઆત કરતા ધારીના અધિકારીશ્રીઓએ તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયાએ હકારાત્મક અભીગમ સાથે વહેલી તકે નવુ નાળુ પહોળુ નાળુ બનાવી આપી પ્રશ્ર્નનો ઉકેલ લાવી આપવા જણાવતા. પાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ સદસ્યશ્રીઓ આનંદ વ્યકત કર્યો હતો.
તેમ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ કારીયાએ જણાવેલ છે.