ચલાલા નજીકથી છલોછલ ઇંગ્લીશ દારૂ ભરેલી એકસયુવી કાર પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,
ખાંભા અને ચલાલા નજીકથી છલોછલ ઇંગ્લીશ દારૂ ભરેલી એકસયુવી કારને અમરેલી એલસીબીએ પકડી પાડી હતી અંદર દારૂ લઇ જતા ચાલકને જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે,
કોઇને કલ્પના પણ ન આવે કે આવડો લવરમુછીયો યુવાન દારૂની ખેપ મારે છે ! તેવો 19 વર્ષનો યુવાન કારનો ચાલક હતો.એલસીબીના શ્રી આરકે કરમટા તથા શ્રી પીએન મોરીએ કારમાં ઉનાથી રાજકોટ ઇંગ્લીશ દારૂ પહોંચાડવા જતા ઉનાના સનખડા ગામના વિજયસિંહ કાળુભા ગોહીલ (ઉ.વ.19) નામના યુવાનને પકડી પાડયો હતો દારૂ પહોંચાડવામાં યુવાનનો ઉપયોગ કરનાર ઉનાના બે દારૂના ધંધાર્થીઓ જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ તથા મેહુલ બાબુભાઇ મકવાણા રે. બન્ને સનખડા સામે પણ ગુનો દાખલ કરાયો જીજે 11 એબી4725 નંબરની આ કારમાં 213 બોટલ દારૂ ભર્યો હતો પોલીસે દારૂ તથા કાર મળી 3,76,360/-00નો મુદામાલ પકડી પાડયો હતો.