ચલાલા નજીક લાખાપાદરની સીમમા ઝેરી મધમાખીએ ડંખ મારતા પ્રૌઢનું મોત

અમરેલી,
ચલાલાના લાખાપાદર ગામે કનુભાઈ ઉર્ફે ગદુભાઈ સોમાભાઈ ચાવડા ઉ.વ. 40 તેના ભાઈઓ સાથે ઉદયભાઈ શેખવાની વાડીએ દવા છાંટવાની મજુરી કામે ગયેલ હતા. તે દરમ્યાન બપોરના 12:00 કલાકે વાડીના શેઢે રાખેલ ટ્રેકટરની લારીમાં કેરબામાંથી પંપમાં પાણી ભરવા જતા શેઢા પાસે આવેલ કાંટાની વાડમાંથી ઝેરી મધમાખીના ટોળાએ હુમલો કરી શરીરે અસંખ્ય ડંખ મારતા સારવાર માટે ચલાલા લાવતા મૃત્યું પામ્યાનું કાળુભાઈ સોમાભાઈ ચાવડાએ ચલાલા પોલિસ મથકમાં જાહેર કરેલ