ચલાલા-મીઠાપુરના જરૂરીયાતમંદોને ભોજન પૂરૂ પાડતો ગાયત્રી પરિવાર

ચલાલા,ચલાલા અને મીઠાપુર ગામના જરૂરીયાતમંદ લોકો માટે બન્ને ટાઇમ ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ દિવસથી લઇ આજદીન સુધી બન્ને ટાઇમ એમ કુલ 860 જેટલા લોકો માટે દરરોજ બપોરે શાક, રોટલી, દાળ, ભાત બનાવી બે ગાડી દ્વારા ચલાલા – મીઠાપુર ના અલગ – અલગ વિસ્તારોમાં રૂબરૂ જઇ બધાને જમાડવામાં આવે છે. સાથે એવા લોકો કે જે ઘરે રસોઇ બનાવી શકે તેમ છે. તેવા કુટુંબોને ઘરે જઇ ઘઉંનો લોટ, તેલ, ચોખા, દાળ, ગોળ, ચટણી, હળદર વગેરે વસ્તુઓની 225 જેટલી કીટ બનાવી તેમને ઘરે પહોંચાડી આપવામાં આવી હતી. વિશેષ આ કુદરતી આફતમાં ગરીબોને મદદ મળી રહે તે હેતુથી કંપાલા (યુગાન્ડા) સ્થિત પરેશભાઇ મહેતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂા. 25 000/- જમાં કરાવી એક ગુજરાતી તરીકેની ફરજ બજાવી હતી. આ તમામ વ્યવસ્થા મહેશભાઇ મહેતા અને તેમની ટીમ દ્વારા થઇ રહી છે.