ચલાલા વિસ્તારમાં ખુનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ ટીમ

સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા તથા ધારી સર્કલ પો.ઇન્સ. શ્રી કે.સી.રાઠવાના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સબ.ઇન્સ શ્રી કે.એલ.ગળચર તથા ચલાલા પોલીસ ટીમ દ્વારા ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુ.રુનં.11193013230019/2023 આઇ.પી.સી કલમ -302 મુજબ ના ગુન્હાના કામના આરોપીને મહારાષ્ટ્ર રાજ્યનાં આંબલી પુનર્વસન દેવમોગરા નગર તા-અલકુવા જી-નંદુરબાર (મહારષ્ટ્ર) થી ટેક્નિકલ તથા હ્યુમનસોર્સ આધારે પકડી પાડી આરોપી દિલીપભાઇ બોડીયાભાઇ તડવી ઉ.વ.35 રહે. આંબલી પુનર્વસન દેવમોગરા નગર તા-અક્કલકુવા જી-નંદુરબાર (મહારષ્ટ્ર)ને ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.