ચલાલા શહેરમાં પાલિકા દ્વારા સીસી રોડના ખાતમુહુર્ત થયાં

  • પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સીઆર પાટીલ તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અનુરોધ અનુસાર પાલિકા દ્વારા કોઇ તાહેરા વગર સાદગીથી વિકાસકામોનો પ્રારંભ કરી દેવાયો
  • શહેરમાં બે તબકકે ત્રણ કરોડના વિકાસકામો થશે, દોઢ કરોડના કામોનો પ્રારંભ થયો : ચલાલા પાલિકા પ્રમુખ શ્રીમતી ગીતાબહેન કારીયા તથા ઉપપ્રમુખ શ્રી જયરાજભાઇ વાળા
  • ચલાલા (દાનાભગત)માં પાલિકાના સુકાનીઓએ શહેરની કાયાપલટ કરવા મુર્હુત કર્યુ

ચલાલા,
ચલાલા નગર પાલીકામાં શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કોૈશીકભાઇ વેકરીયા, ગુજરાત પ્રદેશ અગ્રણી ડો.કાનાબાર સહિતના આગેવાનોના માર્ગદર્શન નિચે વોર્ડનં.1 થી 6ના જુદા-જુદા વિસ્તારોમાં સોૈનો સાથ સોૈનો વિકાસના મંત્ર સાથે પુર જોશમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. આજે વોર્ડનં2માં ખાદીકાર્યાલય અને સર્વોદય વિસ્તારમાં વોર્ડનં2ના જાગૃ્રત સદસ્ય અને પાલીકાના ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા, સદસ્ય વિનુભાઇ કાથરોટીયા, વિપુલભાઇ ગેડિયા, કોૈશીકભાઇ પરમારની વારંવારની રજુઆતથી રૂ.17લાખના ખર્ચે બનનાર નવા સીસીરોડનું ખાતમુહુર્ત આ વિસ્તારમાં રહેતા કાથરોટીયા પરિવારની બાળાના વરદ હસ્તે આ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું.વોર્ડનં.2ના મતદારોમાં રોડનું કામ શરૂ થતા ખુશીનો માહોલ સર્જાયેલ હતો.
ચલાલા પાલીકામાં અત્યારે જુદી-જુદી ચાર એજન્સીઓ દ્વારા પુરજોશમાં વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં વોર્ડનં1માં સ્ટેશન રોડ પર વોકળાનું નવીની કરણનું કામ, વોર્ડનં.2માં જુદા-જુદા વિસ્તારોમાં સીસી રોડ, નવા ટોયલેટ બ્લોક, ભુર્ગભ ગટર યોજનાની બાકી રહેલ હાઉસકુંડી, ચેમ્બર સહીતના અનેક કામો કરોડો રૂપીયાના ખર્ચે વોર્ડનં.1 થી 6ના તમામ વિસ્તારોમાં ચાલી રહ્યા છે.અને આગામી દિવસોમાં અકલ્પીય વિકાસના કામો થવાના છે.
ત્યારે ચલાલાના શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળે છે. ત્યારે પાલીકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન કારીયા. ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા, પૂર્વ પ્રમુખ હિંમતભાઇ દોંગા, પૂર્વ ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ વાળા સહીત ટીમ નગરપાલીકા સાથે મળી દાનેવનગરી ચલાલાને સ્વચ્છ, સુંદર, નંદનવન અને સુવીધા યુક્ત અને સલામત શહેર બનાવવા કટીબધ્ધ બનેલ છે. તેમ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ કારીયા ની યાદીમાં જણાવાયું છે.