ચહલે રોહિતના વર્કઆઉટ પર ચુટકી લીધી: ભાભી તમારી સાથે ઓપિંનગ કરવાના છે?

કોરોનાવાયરસને કારણે આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) UAE માં રમાશે. ટૂર્નામેન્ટ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. બધી ટીમો UEA પહોંચી ગઈ છે અને ખેલાડીઓ અત્યારે ૬ દિવસના કવોરન્ટીનમાં છે. મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પણ તેની પત્ની રિતિકા સાથે પહોંચ્યો છે.
રોહિતે મંગળવારે રિતિકા સાથેનો એક વર્કઆઉટ વીડિયો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું, “સ્ટ્રોંગર ટૂગેધર.” એટલે કે- સાથે વધુ મજબૂત.
રોહિતની આ પોસ્ટ પર ચહલે ફની કમેન્ટ કરી હતી. લેગ સ્પિનરે લખ્યું, શું ભાભી તમારી સાથે IPL ઓપિંનગ કરવાના છે? તેણે ઈંફેવરિટ લખીને રોહિત અને રિતિકા બંનેને મેન્શન કર્યા અને હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો હતો. ચહલની આ કમેન્ટ પર યુઝર્સે કહૃાું હતું કે, વીડિયો કરતા તો તમારી કમેન્ટ વધારે વાઈરલ થઈ રહી છે.
ચહલે સગાઈ કરી ત્યારે તેને વિવિધ સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ રોહિતે ચહલની મસ્તી કરતા એક વૃદ્ધ વ્યક્તિનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ના યુનિફોર્મમાં ફોટો શેર કર્યો હતો. અને તે વૃદ્ધ સાથે અન્ય એક યુવાન પણ RCB કપડાંમાં હતો. ફોટો પર લખ્યું હતું, ૨૦૫૦ની IPL ચહલ એક યુવા ખેલાડી સાથે.