ચાંચબંદરમાં 900 ફૂટનો પુલ નહિ બનાવાય તો આવતી ચૂંટણીઓમાં મતદાનનો બહિષ્કાર કરાશે

  • ચાંચબંદરના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુ
  • આઝાદીથી આજ સુધી દરિયાઈ ખાડીનો પુલ નથી : એસ.ટી.વિહોણુ ગામ

રાજુલા,
રાજુલા તાલુકા ના ચાંચ બંદર ગામનાં લોકો એ સરપંચ કાનજીભાઈ ચૌહાણ ની આગેવાનો હેઠળ આવેદનપત્ર આપ્યું હતું. તેમાં મોટી સંખ્યા મા યુવાનો બુજર્ગો સહિત ના લોકો રોષ સાથે અહીં આવ્યા હતા અને જવાબદાર અધિકારી ને રજૂઆતો કરી હતી સાથે અહીં વિક્ટર થી સાંચ બંદર ની ખાડી વચ્ચે થી પુલ બનાવાય તો 21 કિમિ થાય છે અને ઝડપ થી રાજુલા પોહચી શકાય તેમ છે સાથે મીઠા ના અગરો હોવાથી ટ્રકો સહિત ના લોકો ને ખૂબ ફાયદો થાય તેમ છે ઉપરાંત દરોજ બાઈક અહીં હોડી મા લય જય ગામ લોકો ગામ માં જાય છે હાલ મા વાહન વ્યહાર દાતરડી આગળ ખાડી આવેલી છે ત્યા થી વાહન વ્યહાર ચાલુ છે જે 45 કિમિ વાહન ચાલકો ને દૂર જવુ પડે છે આવી કફોડી સ્થિતિ ગ્રામજનો સહન કરી રહ્યા છે ત્યારે તાકીદે કોઈ વહેલી તકે નિરાકરણ લાવવા ગ્રામજનો હવે જીદે ભરાયા છે બીજી તરફ આ માંગણી 2011 થી કરવા મા આવી છે હજુ સુધી સંતોષાય નથી આવતા દિવસો માં અહી માંગણી નહિ સંતોષાય તો ગ્રામજનો આવતી ચૂંટણી ઓ મા મતદાન બહિષ્કાર કરવા ની ચીમકી ઉચારી છે.