ચાંચ ગામમાં વસે છે સાત હજાર મોરલા

  • અલ્ટ્રાટેક કંપનીની કોલોનીમાં 500 જેટલા મોરનો વસવાટ : કંપની દ્વારા દેખભાળ

રાજુલા,
રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામ 7000 મોર વસ્તી ખુલ્લા વીજ વાયર ઉપર મોર બેસવાથી અકસ્માતમાં મોત થતાં મોરની સંખ્યામાં ઘટાડો સરપંચ દ્વારા મંજૂર થયેલ કેબલ વાયર નાખવા સરપંચની કાર્યપાલક ઇજનેર રજૂઆત અમરેલી જિલ્લાના દરિયાકિનારે આવેલા રાજુલા તાલુકાના સાસ બંદર ગામે સાત હજાર જેટલી મોરની વસતી હતી તેમજ જાફરાબાદ તાલુકાના અલ્ટ્રાટેક નર્મદા કોલોનીમાં 500 જેટલા મોર વસવાટ કરે છે આમ અમરેલી જિલ્લામાં સાસ બંદર અને જાફરાબાદ સૌથી વધુ વસ્તી મોરની છે જાફરાબાદ અલ્ટ્રાટેક કંપની કોલોનીમા દિવસે દિવસે મોરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જાફરાબાદ કોલોનીમાં સિક્યુરિટી દ્વારા ખાસ મોરને સલામત ચુસ્ત દેખરેખ અને રોજેરોજ ની અનાજની શણ નાખવામાં આવે છે જેના કારણે કોલોનીમાં મોરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જ્યારે રાજુલાના સાસ બંદર ગામ સરપંચ કાનજીભાઈ ચૌહાણ ના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા અને પીજીવીસીએલ દ્વારા સમગ્ર ગામમાં કેબલ નાખવા માટેની રજૂઆતો બાદ કેબલ મંજુર કરવામાં આવેલ છે જે પૈકી નો કેબલ પચાસ ટકા સાસ બંદર ગામ નાખી દેવામાં આવેલ છે પરંતુ ખેતરો અને ગામ અમુક વિસ્તારમાં કેબલ ન બદલતા ન હોવાથી ખુલ્લા વાયરો ઉપર મોર બેસતા શોર્ટસર્કિટના કારણે મોરલા ઓ અનેક મોતને ઘાટ ઉતારવાનો આક્ષેપ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે ઝડપભેર પૂરેપૂરો કેબલ વાયર બદલવામાં આવે તે માટે આજે નાયબ કાર્યપાલક સાવરકુંડલા ને પત્ર દ્વારા સરપંચ કાનજીભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે વધુમાં શ્રી કાનજીભાઈ એ વિદ્યુત બોર્ડના અધિકારીઓને જણાવ્યું કે ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓ કેબલ બદલવામાં જેટલી ઢીલાસ કરશે તેટલા રાષ્ટ્રીય પક્ષી મોર ના ઘાટ ઉતરશે અને તેની જવાબદારી ગુજરાત વિદ્યુત બોર્ડના અધિકારીઓની રહેશે પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ લહેરીએ જણાવ્યું કે મોરે રાષ્ટ્રીય પક્ષી છે ચાંચ બંદર માં મોરલા ઓ અને જાફરાબાદ કોલોનીમાં મોર લાવો બંને તાલુકા ની શાન છે તે મોતને ઘાટ ઉતરે તે માટે સરકારે સુરક્ષા માટે કાંઇક કરવું જોઈ અને તેના માટે ખાસ ગ્રાન્ટ અને વનતંત્ર દ્વારા સુરક્ષા નું આયોજન કરવા પર્યાવરણ પ્રેમી વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું આ અંગે કાર્યપાલક ઇજનેર કે ડી નીનામા નો સંપર્ક સાધતાં જણાવ્યું કે 60 ટકા સાસ બંદર માં કેબલ બદલવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને કોરોના ના કારણે સ્ટાફ ઓછો મને મેનપાવર ની કામગીરી કરવાની રહેતી હોવાથી થોડોક વિલંબ થયો છે પરંતુ આ કામગીરી ઝડપભેર એકાદ માસમાં પૂર્ણ કરવામાં આવશે ઓછો હોવાથી કામગીરી વિલંબમાં પડી છે પરંતુ આ કામગીરી ઝડપભેર કરવામાં આવશે કાર્યપાલક ઇજનેર ગં નિનામા સાવરકુંડલા જણાવ્યું હતું.