ચાંચ બંદર,ખેરા-પટવામાં લાખો રૂપિયાનાં મીઠાનું ધોવાણ

  • સતત વરસાદ પડવાથી મીઠાનાં અગરોનું સાવ ધોવાણ થઇ જતા અગરીયાઓને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી
  • ચાંચ બંદર, ખેરા પટવામાં બપોરના સમયે એક સાથે ત્રણ ઇંચ વરસાદ પડતા મીઠાનું ધોવાણ થઇ ગયું
  • વિક્ટર ખેરા પટવા,ચાંચબંદર જાફરાબાદના દરિયા કિનારે 15 ફુટ મીઠાના ઢગલા હતા તે 5 ફુટ થઇ ગયાં
  • અતિવૃષ્ટિથી ખેતી પાકોને નુકશાન થતા સરકાર વળતર સહાય આપે છે તો મીઠાના અગરીયાઓને કેમ નહી ?
  • દરિયાઇ ખેડુતોને મીઠાના અગરોનું નુકશાન થતા તત્કાલ સર્વે કરાવવા સરપંચ શ્રી કાનજીભાઇ ચૌહાણની માંગણી

રાજુલા,
રાજુલાના ચાંચબંદર ખેરા પટવા જાફઝરાબાદ વિકટરમાં વરસાદથી લાખો રૂપીયાના મીઠાનું ધોવાણ થતા સરપંચ શ્રી કાનજીભાઇ ચૌહાણે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
રાજુલા તાલુકાના સાસ બંદર ખેરા પટવા આજે એક થી બે વાગ્યા સુધીમાં ત્રણ ઈચ જેટલો વરસાદ પડતા લાખો રૂપિયાના મીઠું ધોવાણ થઇ ગયું હોવાનું સાસ બંદર ગામના સરપંચ શ્રી કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું. સાસ બંદર ખેરા પટવા વિક્ટર જાફરાબાદ દરિયા કિનારાઓ માં આજે વરસાદ પડતા જે 15 ફૂટના મીઠા ના ઢગલા હતા તે પાંચ ફૂટ થઈ ગયા છે આમ અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું. આમ ખેડૂતોને પાકને નુકશાન સર્વે કરવામાં આવે છે તે જ રીતે મીઠાના અગરિયાઓને મીઠા માં કેટલું નુકસાન થયું છે તે અંગે નુકસાન થયું છે તેનું પણ સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માગણી શ્રી કાનજીભાઈ ચૌહાણ એ કરી હતી.