ચાંદગઢ ગામના ઉપસરપંચ ઉપર હુમલો

અમરેલી,

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામના ઉપસરપંચ જશુભાઇ લખુભાઇ ખુમાણ દુધ મંડળીના કામે આવતા હતા ત્યારે આજે સવારે 10.30 કલાકે શેત્રુજી નદીના બેઠા પુલ પાસે ગ્રામ પંચાયતની ચુંટણીનું મનદુ:ખ રાખી તેના જ ગામના અનિરુધ્ધ જીલુભાઇ ધાધલ,પ્રદિપભાઇ રામકુભાઇ ધાધલ રહે.ચાંદગઢ વાળાએ ફોરવ્હીલ અને બાઇકમા આવી સરપંચ અને ઉપસરપંચ માંથી રાજીનામુ આપવા નું જણાવી મારી નાખવાની ધમકી પાઇપ વડે મારમારી ઇજાઓ કરી હાથે ફેકચર કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.