ચાઇનીસ નવું વર્ષ બેસી ગયું છે જેનું એનિમલ રેબિટ છે

તા. ૨૪.૧.૨૦૨૩ મંગળવાર, સંવંત ૨૦૭૯ મહા સુદ ત્રીજ, શતતારા નક્ષત્ર, વરિયાન  યોગ, વણિજ    કરણ આજે જન્મેલાંની  ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં  મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ)            : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ  ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ અનેક કંપનીઓ કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે અને ખપ્પર યોગની અસર તળે  મંદીની આહટ સંભળાઈ રહી છે વળી પાકિસ્તાનની હાલત અત્રે લખ્યા મુજબ દિન બ દિન બગડતી જાય છે અને મોંઘવારીથી લઈને અંતરવિગ્રહમાં પાક સપડાતું જાય છે તો બીજી તરફ ચાઇનીસ નવું વર્ષ બેસી ગયું છે જેનું એનિમલ રેબિટ છે જે ચંદ્રને દર્શાવે છે જયારે ૨૦૨૩ માં બે અંક પણ ચંદ્ર દર્શાવે છે અને કુલ સરવાળો કેતુ દર્શાવે છે અને ચાઇનીસ નવા વર્ષના ઉત્સવ સમયે જ ગોળીબારી થવા પામી છે તો બીજી તરફ દિગ્ગજ અને કર્મના ગ્રહ શનિ મહારાજ ૫ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ વચ્ચે અસ્તના થવા જઈ રહ્યા છે શનિના અસ્ત થવાથી લેબર અંગેના પ્રશ્નો ખડા થતા જોવા મળશે જયારે પેટ્રોલિયમમાં કોઈ કોઈ જગ્યા એ અછત જોવા મળે તો બીજી તરફ નિર્માણાધીન ઇમારતોના કાર્ય કે મોટા કન્સ્ટ્રક્સન કાર્ય અટકતા જોવા મળે તથા કર્મચારી અંગેના પ્રશ્નો ઉભા થતા જોવા મળે અદાલતો અમુક કેસમાં રસ લેવાની  ના પાડી દે અને રાજનીતિમાં પણ મોટા ફેરફારો આ સમયમાં જોવા મળે કેમ કે શનિ રાજનીતિ પર અસર કરનાર ગ્રહ છે વળી પ્રજાનો અવાજ ઉઠાવનાર વ્યક્તિઓ સુસ્ત પડતા કે વિદાય લેતા જોવા મળે.શનિ સાથે શુક્ર મહારાજની યુતિ હોવા થી તે મુજબની અસરો પણ જોવા મળશે.