ચાણસ્મા વારાહી મંદિરના ર્જીણોદ્ધાર માટે પાયાનું ખોદકામ કરતાં શિવિંલગ નીકળ્યું

ચાણસ્મા ખાતે આવેલું અઢાર સો વર્ષ પૌરાણીક વારાહી માતાજીનું મંદિર જર્જરિત થતાં તેના ર્જીણોદ્ધારનું કામ શુક્રવારે હાથ ધરાતાં અને મંદિરના શિવાલયના ગર્ભ ગૃહમાં પાયાનું ખનન કરવામાં આવતા અંદાજે અડધો ફૂટ લાંબુ અને ૧૨ ઇંચની પહોળાઈ વાળુ પથ્થરનું શિવિંલગ મળતા લોકો અચરજમાં મુકાયા હતા. વારાહી માતાજીના પુજારી કેસરપુરી મહારાજ મંદિરમાં હતા અને પાયાનું ખોદકામ ચાલતું હતું ત્યારે આઠ ફુટ નીચેથી આ શિવિંલગ મળી આવ્યું હતું. જે અંગે તેમણે મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી.

પૂજારી અને ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ આ વારાહી માતાજીનું મંદિર સંવત ૭૭૨ માં બનાવ્યું હોવાનો ઉલ્લેખ છે. અને જે જર્જરિત થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા ર્જીણોદ્ધાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં જ નાનુ શિવાલયનું મંદિર આવેલું હતું. વારાહી માતાજી ઔદિચ્ય બ્રાહ્મણોની કુળદેવી છે. શિવિંલગ વેદનાથ મહાદેવનું હોય તેવું નગરમાં ચર્ચાઈ રહૃાું છે. જેની પૂજા અર્ચના શરૂ કરાઈ છે. મંદિરમાં ખોદકામ વેળાએ શિવલીંગ મળ્યાની ચર્ચાથી ચાણસ્મા પંથક સહિતના લોકો દર્શનાર્થે ઉમટી રહૃાા છે.