ચારનાળા જાફરાબાદ રોડ માટે 49 લાખ મંજુર કરાવતા શ્રી ડેર

  • ચારનાળા જાફરાબાદ રોડની બિસ્માર હાલત સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયેલા તે
  • ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેરએ કરેલી રજુઆતથી આરએનબી વિભાગ જાગ્યું

રાજુલા,
ચારનાળા જાફરાબાદ રોડની બિસ્માર હાલત સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ગયેલા તે ચારનાળા જાફરાબાદ રોડ માટે ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેરએ ગુજરાત વિધાનસભામાં પણ પ્રશ્ર્ન ઉઠાવેલો તે રોડ સુધારવા માટે સરકારે 49.47.976.87 રૂપીયા મંજુર કરતા ટેન્ડર પ્રક્રિયાના અંતે વિ.કે.એન્ટરપ્રાઇઝ ભાવનગર દ્વારા ગત સોમવારથી રોડ સુધારવા કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. શ્રી ડેરની ધારદાર રજુઆતથી આરએનબી વિભાગ સફાળા જાગી ઉઠતા ચારનાળા જાફરાબાદ રોડ અને બાઢડા, થોરડી રાજુલા રોડની સુધારણા માટે ચક્રોગતિમાન થતા એક મહિનામાં કામગીરી ુપર્ણ થયે લોકોની કાયમી સમસ્યા હલ થશે રોડ મંજુર થતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચારનાળાથી જાફરાબાદ રસ્તાનું નવીનીકરણ વર્ષ 2013-14 માં અને રાજુલાથી બાઢડા રસ્તાનું નવીનીકરણ વર્ષ 2011-12 માં કરવામાં આવ્યુ હતુ અને રાજુલા બાઢડા રસ્તાના ચાર માર્ગી કરણના કામની સૈધ્ધાંતીક મંજુરી આપેલ છે તે પૈકી પ્રથમ તબક્કામાં સ્ટ્રકચરને ચારમાર્ગીયકરણ કરવાના ટેન્ડર હાલ મંજુરીમાં છે. હાલ ચારનાળા જાફરાબાદ રસ્તો વાહન વ્યવહાર યોગ્ય છે નવીનીકરણની કામગીરી છેલ્લે ડામર કામ કર્યાના વર્ષની સાથે સાથે રસ્તાની સપાટી, ટ્રાફીકનું ભારણ, ભોગોલીક પરિસ્થિતી જેવી તાંત્રીક જરૂરીયાત અને નાણાકીય ઉપલબ્ધતાને પણ ધ્યાને લઇ વિચારણા કરવામાં આવશે તેમ ધારાસભ્યશ્રી અંબરીશભાઇ ડેરએ વિધાનસભામાં ઉઠાવેલા પ્રશ્ર્નના જવાબમાં માર્ગ મકાન વિભાગના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યુ હતુ.