ચારે તરફ બહાર નીકળવાના માર્ગો પર પોલીસ અધિકારી સહીત કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોની બાજ નજર

રાજુલા, લોકો ડાઉન પાર્ટ 2 હવે શરૂ થયું છે ત્યારે અમરેલી જિલ્લા માં હજુ સુધી કોઈ પોઝીટીવી કેસ નોંધાયો નથી તે ખુબ સારા સામાચાર છે પરંતુ કેસ અહીં આવી ન ચડે તેની માટે પોલીસ તંત્ર સતર્કતા પૂર્વક કામગીરી કરી રહ્યું છે જિલ્લા પોલીસ વડા ની કડક સૂચના હોવાને કારણે પોલીસ જવાનો અને અધિકારી ઓ પણ એટલાજ અહીં એલર્ટ જોવા મળી રહ્યું છે રાજુલા શહેર માં પી.આઈ.આર.એ મ.ઝાલા ,સેકન્ડ પી.એસ.આઈ ગોહિલ અને હોમગાર્ડ હવાનો સહીત શહેર અને શહેર ની આસપાસ બોડર ના ગામો પણ દિવસ રાત નજર રાખી રહ્યા છે અને સ્થાનિક સેવાભાવી સંસ્થા અને જાગૃત નાગરિકો દિવસ દરમ્યાન પોતાના ઘરે થી ચા પાણી પીવડાવી જાય છે જેથી સુરક્ષા કર્મી ઓ કોરોના સામે લાડવા માં ભારે ઉત્સાહ વધ્યો છે બીજી તરફ રાત્રી ના સમયે પણ પોલીસ એલર્ટ અને પૂછ પરછ કરી રહી છે સોસાયટી વિસ્તાર માં પેટ્રોલિંગ રાખી રહી છે બીજી તરફ અહીં આવેલ ડુંગર પોલીસ સ્ટેશન માં પીએસઆઇ સોલંકી,પી.એસ.આઈ.પીઠડીયા, સહીત દાતરડી અને 7 પીપર જે છેલ્લી જિલ્લા ની બોડર સુધી નજર રાખી રહ્યા છે અને લોકો અને સતત પુચ પરછ કરવા માં આવે છે જેથી ઇમરજન્સી સિવાય અન્ય લોકો બહાર નીકળતા નથી જયારે પીપાવાવ મરીન વિસ્તાર માં ઉદ્યોગીક એકમ આવેલા છે અહીં પીપાવાવ પોર્ટ ધમધમી રહ્યું છે બીજી અહીં નાની મોટી અનેક કંપની ના કારણે લોકો ની અવર જવર હતી તે સંપૂણ બંધ કરાવી છે અહીં પી.એસ.આઈ.સચિન શર્મા ફરજ બજાવી રહ્યા છે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર તરફ પણ એટલીજ નજર રખાય રહી છે બીજી તરફ જાફરાબાદ શહેર માં પી.આઈ.જે.ડી.જાલા અને જાફરાબાદ મરિન માં પી.એસ.આઈ.રબારી, સહીત પોલીસ સ્ટાફ હોમગાર્ડ ના લોકો સતત શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ પેટ્રોલિંગ કરી રહ્યા છે જયારે અહીં પોલીસ ની કડક છાપ ના કારણે લોકો બિનજરૂરી બહાર નીકળવા નુ ટાળી રહ્યાં છે જયારે લુણસાપુર નજીક આવેલ ચેક પોસ્ટ સહીત અહીં આવતા તમામ રસ્તા બંધ કરી સુરક્ષા જવાનો બંદોબસ્ત કરી રહ્યા છે સાથે અહીં આવેલ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પી.એસ.આઈ.વાળા ફરજ બજાવી રહ્યા છે અને ટીબી સહીત નાગેશ્રી જેવા ગામડા માં સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી થી લોકો માં પણ ફફડાટ વ્યાપી ગયો છે જયારે અહીં નજીક આવેલ ભવાગનાર સોમનાથ નેશનલ હાઇવે પર પણ સતત ચેકીંગ અને વહન ચાલકો ની પૂછ પરછ કરી રોકવી રહ્યં છે જયારે અહીં મોટાભાગે ટ્રક જેવા ભારે વાહનો મોટાભાગે પસાર થાય છે અને બિન જરૂરી અહીં પણ કોઈ ફરકતું નથી જયારે આવા સમયે પોલીસ પણ કોઈ ખોટી રીતે બહાર નીકળે તો વાહનો ડિટેઇન અને જાહેરનામા ભંગ ની ફરિયાદો નોંધી કાર્યવાહી હાથ ધરી છે